Homeગુજરાતમોરબીમોરબીમાં મોબાઈલના પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી થતા યુવક પર પથ્થર વડે હુમલો 

મોરબીમાં મોબાઈલના પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી થતા યુવક પર પથ્થર વડે હુમલો 

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જૂના મોબાઈલ ફોનના નાણાં પરત આપવા બાબતે થયેલી બોલાચાલીમાં એક શખ્સે યુવક પર પથ્થરો વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ઇન્દિરાનગર ખોડિયાર મા ના મંદિરની પાછળ રહેતા અને મંજૂરી કામ કરતા દેવજીભાઈ બેચરભાઈ ઉપસરીયા (ઉ.વ.૩૬) એ આરોપી ભાવેશ ઉપસરીયા રહે. ઇન્દિરાનગર મોરબીવાળા વિરૂદ્ધ મોરબ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા ક્રીષ્નાને આરોપી સાથે બોલાચાલી ઝગડો થતા જે બાબતે ફરીયાદિ આરોપીને સમજાવવા જતા આરોપીએ ફરીયાદિને ગાળો આપી છુટા પથ્થરના ઘા કરી ફરીયાદિને નાકના ભાગે તથા ડાબા પગ ના થાપાના ભાગે ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular