Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હળવદ-સરા રોડ પર ધરાશાયી થયેલું વૃક્ષ હટાવી...

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હળવદ-સરા રોડ પર ધરાશાયી થયેલું વૃક્ષ હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

ચોમાસાની પરિસ્થિતિ અને ભારે પવનના કારણે માર્ગો પર સર્જાતી અવરોધરૂપ સ્થિતિ સામે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.

હળવદ તાલુકામાં ભારે પવન અને વરસાદને કારણે હળવદ-સરા રોડ પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર બંધ થયો હતો. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર અને ઈમરજન્સી ટીમે સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે વૃક્ષને કાપી રોડ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. વહીવટી તંત્રની સતર્ક અને ત્વરિત કામગીરીના પરિણામે માર્ગ પરથી અવરોધ હટાવીને રસ્તો વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular