Homeગુજરાતમોરબીમાળિયાના દેવગઢ ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

માળિયાના દેવગઢ ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

માળીયા મીયાણા તાલુકાના દેવગઢ ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળિયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો શામજીભાઈ ભુદરભાઈ પાટડીયા, દિનેશભાઈ ગેલાભાઈ સવશેટા, મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા રહે. ત્રણેય દેવગઢ ગામ તથા પ્રવીણભાઈ રણધીરભાઈ ચાવડા અને મહેશભારતી નારાણભારતી ગોસ્વામી રહે બંને નાની બરાર ગામ તા. માળીયા વાળાને રોકડ રૂપિયા 11,580 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular