પર્યાવરણ જાગૃતિ માટે ઉમદા પહેલ; દાતાઓના સહયોગથી ત્રણ દિવસ ચાલ્યો સેવા યજ્ઞ
મોરબી: ગાયત્રી પરિવાર મોરબી દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી અનોખી પહેલ કરવામાં આવી હતી. તા. 8, 9 અને 10 જુલાઈ દરમિયાન શનાળા રોડ સ્થિત ઉમિયા આશ્રમ, ભક્તિનગર સર્કલ પાસે 1,200 કેસર કેરીના કલમી આંબાના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રોપાઓ મેળવી પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
ગાયત્રી પરિવાર મોરબીએ જણાવ્યું હતું કે સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવા માટે આવા સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો સતત યોજવામાં આવે છે.