Homeગુજરાતમોરબીહવે..ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા ખેડૂત આંદોલન ને ટેકો!

હવે..ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા ખેડૂત આંદોલન ને ટેકો!

ખેતરોમાં વીજ પોલના વિરોધે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને જાહેર સમર્થન; મહિલાઓ સાથેના વર્તન અંગે પણ વ્યક્ત કર્યો વિરોધ

મોરબી:મોરબી જિલ્લાના જેતપર ગામે ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાના વિરોધમાં સ્થાનિક ખેડૂતો દ્વારા ચાલી રહેલા બિન-રાજકીય ઉપવાસ આંદોલનને ભારતીય કિસાન સંઘ – મોરબી જિલ્લાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે. સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા અને તાલુકા ટીમ સહિતના હોદ્દેદારો તથા સભ્યોએ ખેડૂતોની માંગને યોગ્ય ગણાવી આંદોલનને જાહેર સમર્થન આપ્યું છે.

ભારતીય કિસાન સંઘે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર ખેતરોની વચ્ચે વીજ પોલ ઊભા કરવાની કાર્યવાહીથી ખેતીની જમીન અને ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. સંઘે સવાલ ઉઠાવ્યો છે કે,”ખેતર અમારું, પરસેવો અમારો… તો મનસ્વી નિર્ણયો તમારા કેમ?” અને ખેડૂતો સાથે ચર્ચા કર્યા વિના લેવાતા નિર્ણયોને અયોગ્ય ગણાવ્યા છે.

સંઘે વધુમાં જણાવ્યું છે કે, પોતાની જમીન અને પાકના રક્ષણ માટે ખેડૂતો આંદોલન કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોના પ્રશ્નોનો સંવાદ અને ન્યાયસંગત ઉકેલ લાવવાને બદલે કડક વલણ અપનાવવું યોગ્ય નથી.

ભારતીય કિસાન સંઘે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મહિલાઓ સાથે થયેલા કથિત વર્તન અંગે પણ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. નિવેદનમાં “નિર્દોષને સજા નહીં, ન્યાય સૌ માટે – નિર્દોષનું રક્ષણ એ જ સાચો ન્યાય” એવો ઉલ્લેખ કરીને જવાબદાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

કિસાન સંઘે સ્પષ્ટ કર્યું છે કે, ખેડૂતોના હિતના પ્રશ્નોમાં તે હંમેશા ખેડૂતોની સાથે રહેશે અને સરકાર તથા સંબંધિત તંત્રને ખેડૂતોની માંગણીઓ અંગે સંવેદનશીલતા દાખવી વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular