Homeગુજરાતમચ્છુ-2 ડેમમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત

મચ્છુ-2 ડેમમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત

ફાયર ટીમે બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

મોરબીના જોધપર પાસે આવેલા મચ્છુ-2 ડેમમાં નાહવા પડેલા એક યુવકનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકનો આબાદ બચાવ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ બપોરે 3:42 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલ રૂમને 101 પર કોલ મળ્યો હતો કે જોધપર સ્થિત મચ્છુ-2 ડેમમાં એક વ્યક્તિ ડૂબી ગયો છે. માહિતી મળતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર ચાર મિત્રો ફરવા માટે ડેમ પર આવ્યા હતા, જેમાંથી બે યુવકો નાહવા માટે પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન એક યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે બીજા યુવક વિજયભાઈ ગોરધનભાઈ સેલાણીયા (ઉંમર 26), રહે. તાજપર, પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મોરબી ફાયર ટીમે આશરે બે કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવી ભારે જહેમત બાદ તેમનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular