Homeગુજરાતમોરબીહળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ...

હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો

હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપર) ગામે તાજેતરમાં થયેલી યુવાનની ચકચારી હત્યાના અનડિટેક્ટ ગુનાનો મોરબી જિલ્લા પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે. કોઈ જ ચક્ષુદર્શી સાક્ષી કે પ્રાથમિક પુરાવા ન હોવા છતાં, પોલીસે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસનો ધમધમાટ ચલાવીને સગા પુત્રની હત્યા કરનાર આરોપી પિતાની જ ધરપકડ કરી લોખંડની પરાઈ (કોસ) કબ્જે કરી છે.

મળતી માહિતી મુજબ ચંદ્રગઢ ગામે ૨૭ વર્ષીય અનીલભાઈ રામજીભાઈ જાદવ (દલવાડી) નામના યુવકની માથાના ભાગે તીક્ષ્ણ કે બોથડ પદાર્થ વળે જીવલેણ ઘા મારીને ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકના કાકા શામજીભાઈ કરશનભાઈ જાદવે અજાણ્યા શખ્સ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કોઈ જ આધાર-પુરાવા ન હોવાથી આ કેસ પોલીસ માટે મોટો પડકાર હતો. જેથી એલ.સી.બી., એસ.ઓ.જી. અને હળવદ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી.

પોલીસે મૃતકની પારિવારિક સ્થિતિ અને અંગત હિલચાલ પર નજર રાખતાં તપાસની સોય મૃતકના પરિવાર તરફ જ ગઈ હતી. પિતા રામજી કરશનભાઈ જાદવની કડક પૂછપરછ કરતાં સત્ય બહાર આવ્યું હતું કે, મરણજનાર અનીલની પત્નીને ‘લગ્ન બહારના (આડા) સંબંધો’ હોય, પિતાએ પુત્રને આ બાબતે ઠપકો આપ્યો હતો. પુત્રને આ ઠપકો ન ગમતાં બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે દરમિયાન આવેશમાં આવી જઈ પિતા રામજીભાઈએ લોખંડની પરાઈ (કોસ) વડે પુત્રના માથામાં ફટકા મારી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે ૪૯ વર્ષીય આરોપી પિતા રામજી જાદવની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular