Homeગુજરાતમોરબીહળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

1,632 બોટલો સાથે રૂ. 6.86 લાખનો મુદ્દામાલ જપ્ત, બુટલેગર સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો

હળવદ તાલુકાના રાણેકપર ગામે પ્રોહિ બુટલેગરની દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૬૩૨ જેની કિ.રૂ ૬,૮૬, ૦૫૨ /- નો પ્રોહિ મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિ બુટલેગર અને રાણેકપર ગામના અગ્રણી તથા સરપંચના પતિ રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા એ રાણેકપર ગામે પોતાના કબ્જા ભોગવટાવાળી દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે” તેવી બાતમીના આધારે રાણેકપર ગામે આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચાની કબ્જા ભોગવટાવાળી દુકાને રેઇડ કરતા દુકાનમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૧૬૩૨ જેની કિ.રૂ ૬,૮૬,૦૫૨/- નો મુદામાલ મળી આવતા આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા/કોળી રહે ગામ રાણેકપર તા.હળવદ જી.મોરબી વાળા વિરુધ્ધમાં હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular