Homeગુજરાતમોરબીપોલો સર્કલ પાસે ટેન્કર-બાઈક અકસ્માત: 108 ટીમે ગંભીર ઘાયલ યુવાનનો જીવ બચાવ્યો

પોલો સર્કલ પાસે ટેન્કર-બાઈક અકસ્માત: 108 ટીમે ગંભીર ઘાયલ યુવાનનો જીવ બચાવ્યો

સમયસર સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યો, લાખો રૂપિયાની રોકડ રકમ અને સામાન પણ પરિવારને સુરક્ષિત સોંપ્યો

મોરબીના ખોખરાળા હનુમાન રોડ ઉપર આવેલ પોલો સર્કલ પાસે હનુમાન રોડ પર એક હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાણી ભરેલા એક ટેન્કર સાથે નીચે મોટરસાયકલ આવી જતાં બાઈક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતા જોકે, ઘટના સ્થળે પહોંચેલી મહેન્દ્રનગર લોકેશન ની ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે તાત્કાલિક અને પ્રશંસનીય કામગીરી કરીને યુવાનને નવજીવન આપ્યું છે.

મળતી માહિતી મુજબ, ભાનુભાઈ નામના યુવાન પોતાની પાસે અંદાજિત રૂ. ૨.૫ થી ૩ લાખ જેટલી મોટી રકમ ઉઘરાણી ની રકમ લઈ ને પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન પોલો સર્કલ નજીક પાણી ના ટેન્કર સાથે તેમનો બાઈક અથડાતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ભાનુભાઈ ને તેમને શરીરે તેમજ શ્વાસ લેવામાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.

૧૦૮ ની ટીમે ભજવી દેવદૂતની ભૂમિકા

ઘટનાની જાણ થતાં જ ૧૦૮ ની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી ગઈ હતી. દર્દીની અત્યંત નાજુક સ્થિતિ જોઈને EMT મેર પ્રવિણ અને પાઇલટ હનીફભાઇ દલવાણી એ સહેજ પણ સમય ગુમાવ્યા વિના ડૉ. પરમાર સર (ERCP) ના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ તાત્કાલિક પ્રાથમિક અને કટોકટીની સારવાર શરૂ કરી દીધી હતી

૧૦૮ ની ટીમે યુવાનને સમયસર ઓક્સિજન અને જરૂરી મેડિકલ સપોર્ટ આપીને તેનો જીવ બચાવી લીધો હતો.

પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ ૧૦૮ ની ટીમે માત્ર દર્દીનો જીવ જ નથી બચાવ્યો, પરંતુ ઉમદા પ્રામાણિકતા પણ દાખવી છે. અકસ્માત સમયે ભાનુભાઈ પાસે રહેલી અઢી થી ત્રણ લાખ રૂપિયાની રોકડા રકમ અને અન્ય કિંમતી સામાન સંપૂર્ણ સુરક્ષિત રીતે તેમના સગા મુલદાન ભાઈ ચારણને હોસ્પિટલના સ્ટાફ સમક્ષ પરત સોંપવામાં આવ્યો હતો.

108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર બાદ દર્દી ભાનુભાઈને વધુ સારવાર અર્થે નજીકની સગાના કહેવા મુજબ નજીક ની સમર્પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની કટોકટીની પળોમાં દેવદૂત બનેલા ૧૦૮ ના EMT પ્રવિણભાઈ અને પાઇલટ હનીફભાઈની આ કામગીરી તેમજ પ્રામાણિકતાને સ્થાનિક લોકો અને ભાનુભાઈના પરિવારજનો સહી સલામત બધી વસ્તુ સોંપેલ છે આભાર.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular