Homeગુજરાતમોરબીમોરબીના મહેન્દ્રનગરમાથી બાઈક ચોરીની ફરીયાદ 

મોરબીના મહેન્દ્રનગરમાથી બાઈક ચોરીની ફરીયાદ 

મોરબી શહેરમાં વાહન ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે મહેન્દ્રનગર વિસ્તારમાં ઘર આંગણે પાર્ક કરેલું વધુ એક મોટરસાયકલ ચોરાયું હોવાની ફરીયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાં રહેતા કેવલભાઈ રૂગનાથભાઈ ડાભી (ઉ.વ.૨૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાં સી.એન.જી. પંપ ની સામે ફરીયાદીના ઘર પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર-જીજે-૩૬-એ.બી.-૦૨૯૪ જેની કિંમત રૂપિયા ૩૫૦૦૦ વાળુ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular