Homeગુજરાતમોરબીમોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ...

મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત

મોરબી હાલમાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ભારત સરકારશ્રીના જનગણના અધિનિયમ -1948 ની જોગવાઈ મુજબ તારીખ-01/06/2026 થી ગણતરીદારો અને સુપરવાઇઝર દ્વારા ફિલ્ડમાં જઈને વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

જનગણના અધિનિયમ – 1948 ની કલમ- 15 A મુજબ વસ્તી ગણતરીની કામગીરી કરતા કોઈપણ કર્મચારીએ વસ્તી ગણતરીની ફરજ પર વિતાવેલા સમયગાળાને તેમની મૂળ કચેરીના ફરજ ઉપર ગણવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં અસહ્ય ગરમીમાં શિક્ષકો શેરીએ શેરીએ ફરી જન ગણના ઘરને નંબર આપીને નઝરી નકશો બનાવવા કાર્ય,નુંઘરે ઘરે જઈ વસ્તીગણતરીની 34 કોલમની ઓનલાઈન એન્ટ્રી કરવાનું ખૂબ કઠિન કામ શાળામાં શિક્ષક તરીકેની ફરજ સાથે સમય મર્યાદામાં કરવું મુશ્કેલ હોય ઉપરોક્ત જોગવાઈ અનુસાર વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલ શિક્ષકો સમય મર્યાદામાં તેમનું કામ પૂરું કરી શકે તે માટે ઉપરોક્ત જોગવાઈઓ અન્વયે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત, કલેકટર – મોરબી,ચાર્જ અધિકારી વસ્તી ગણતરી મહાનગરપાલિકા- મોરબી વગેરે વિવિધ કક્ષાએ ઓન ડ્યુટી આપવા શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular