Homeગુજરાતમોરબીહળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતમાં યુવક પર ધારીયા વડે હુમલો; દંપતી... મોરબી હળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતમાં યુવક પર ધારીયા વડે હુમલો; દંપતી વિરુદ્ધ ગુન્હો દાખલ By morbisahyognews June 3, 2026 137 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે અગાઉ જમીન બાબતે થયેલી કોર્ટ કાર્યવાહીનું મનદુઃખ રાખીને એક યુવક પર રસ્તામાં દંપતી દ્વારા ધારીયા વડે હુમલો કરી, ઢીંકાપાટુનો માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે દંપતી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા અને ખેતીકામ કરતા કલ્પેશભાઈ ઉર્ફે ભાણો જેરામભાઈ નગવાડીયા (ઉ.વ. ૩૧, જાતે કોળી) એ આરોપી ભરતભાઈ ઉર્ફે સીસો ચતુરભાઈ સુરેલા તથા હંસાબેન ભરતભાઈ સુરેલા રહે. વેગડવાવ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ અગાઉ આરોપીના કુટુંબી ભાઈઓને જામીન કરાવેલ હોય જેનું મનદુખ રાખી ફરીયાદી આરોપીની વાડી પાસેના રસ્તા પાસેથી નીકળતા આરોપી ભરતભાઈએ પોતાના હાથમાં ધારીયુ લઈ આવી ફરીયાદીને પીઠના ભાગે મુંઢ ઈજા કરેલ તેમજ જમણા હાથના આંગળા પર બટકુ ભરી ઈજા કરી આરોપી હંસાબેનએ ફરીયાદીને ઢીંકાપાટુનો માર મારી આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી ટંકારાના બંગાવડીમાં ઉધાર રાશન આપવાની ના પાડતા વેપારી પર જીવલેણ હુમલો October 20, 2026 મોરબી શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે રૂ.84.80 લાખની સાયબર ઠગાઈ October 19, 2026 મોરબી હરિપર (કેરાળા ) ગામમાં કરિયાણાના વેપારી અને તેમના ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો October 19, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular ટંકારાના બંગાવડીમાં ઉધાર રાશન આપવાની ના પાડતા વેપારી પર જીવલેણ હુમલો morbisahyognews - October 20, 2026 શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે રૂ.84.80 લાખની સાયબર ઠગાઈ morbisahyognews - October 19, 2026 હરિપર (કેરાળા ) ગામમાં કરિયાણાના વેપારી અને તેમના ભાઈ પર લાકડી-પાઈપથી હુમલો morbisahyognews - October 19, 2026 ટંકારાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 19, 2026 મોરબી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ૯૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું morbisahyognews - October 19, 2026