Homeગુજરાતમોરબીના ગાળા ગામ નજીક ફેક્ટરીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરતી ગેંગના... ગુજરાત મોરબીના ગાળા ગામ નજીક ફેક્ટરીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરી કરતી ગેંગના 04 સભ્યો ઝડપાયા By morbisahyognews May 12, 2026 598 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને કુલ રૂપિયા- ૧,૯૪,૮૦૦/-ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં ફરીયાદીના બંધ હાલતમાં રહેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કોઇ અજાણ્યા ચોર ઇસમો સુર્યાસ્તથી સુર્યોદય સુધીના સમય ગાળા દરમ્યાન ગુન્હાહિત અપપ્રવેશ કરી સી.સી.ટી.વી. એન.વી.આર. આશરે કિ.રૂ.૧૦, ૦૦૦/- તથા સોની કંપનીનુ ટીવી કિ.રૂ. ૨૦, ૦૦૦/- તથા બે સી.સી.ટી.વી કેમેરા કિ.રૂ.૫૦૦૦/- તથા વિજકરંટ પસાર કરતી કોપર પ્લેટ નંગ-૮ કિ.રૂ.૧, ૦૦,૦૦૦/- તથા પ્રેસ મશીન પાસે લાગેલ કોપરનો વિજ કેબલ આશરે ૪૦ ફુટ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ઇલેક્ટ્રીક પેનલથી કન્ટ્રોલર સુધી લાગેલ ઇન્ટરલોક કોપર કેબલ આશરે ૪૦ ફુટ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૫, ૦૦૦/- ની ચોરી કરી કોઇ અજાણ્યા ચોર ઇસમો લઇ જતા ગુન્હો બનતા ફરીયાદ જાહેર કરેલ હોય જે ગુન્હો વણ શોધાયેલ હોય. જેથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના અધિકારી આ ગુનો શોધી કાઢવા ટેકનીકલ માધ્યમથી તેમજ હ્યુમન સોર્સીસથી ખાનગી બાતમી મેળવી તેમજ જુદી-જુદી ટીમો બનાવી ગુનો શોધી કાઢવા મોરબી તાલુકા પોલિસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાને બાતમી મળેલ કે એક લીલા કલરની સી.એન.જી.ઓટો રીક્ષા રજી. નંબર GJ-36-U-7710 વાળી તથા એક સ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-14-AH-4338 વાળુ એમ બંને વાહનો સાથે ચાર ઇસમો રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર બેઠેલ છે.જેઓએ ચોરીના ગુન્હાને અંજામ આપેલ છે અને આ ચોરીમાં ગયેલ મુદામાલ હાલે તેની પાસે રહેલ ઉ રીક્ષામાં હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે સ્થળ પર જઇ વેરીફાય કરતા બાતમીવાળા સ્થળેથી ચાર ઇસમો રમેશભાઇ ઉર્ફે પોયો મનુભાઇ વાધેલા રહે. શક્તિપરા તા.વાંકાનેર, હમીરભાઇ બહાદુરભાઇ વાધેલા રહે.ગઢડા(સ્વામીના),હરીપરરોડ તા.ગઢડા જી.બોટાદ, અજયભાઇ ઉર્ફે અજીત સુરાભાઇ વાધેલા રહે.ગઢડા (સ્વામીના),હરીપરરોડતા.ગઢડા જી.બોટાદ, રણજીતભાઇ ઉર્ફે કદમ ઉર્ફે રંજલો ધનજીભાઇ માથાસુરીયા રહે.હાલ શક્તિપરા તા.વાંકાનેર મુળગામ દેવસર તા. ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળાને કુલ રૂપિયા- ૧,૯૪,૮૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ચાર શખ્સો હમીરભાઇ ધનજીભાઇ માથાસુરીયા રહે. દેવસર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, ધનજીભાઇ વેરશીભાઇ માથાસુરીયા રહે.દેવસર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, હેમંતભાઇ સેરાભાઇ વાધેલા રહે.ધામેલ તા.દામનગર જી.અમરેલી, સુરેશભાઇ બચુભાઇ સાડમીંયા રહે.સરધાર તા.જી. રાજકોટવાળાનુ નામ ખુલતા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ પકડાયેલ આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સટેશન ખાતે સોંપેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES ગુજરાત મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: ઓગસ્ટ માસમાં દરોડા પાડી એક તરૂણ શ્રમિકને મુક્ત કરાવાયો September 30, 2026 ગુજરાત સંગીતના સૂર સાથે રાષ્ટ્રભાવનાનો રંગ: મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–2026 યોજાઈ August 31, 2026 ગુજરાત જન્માષ્ટમીના તહેવારની શરૂઆત: ચકમપર ગામે ગાય ચોથની ભક્તિભાવપૂર્વક ઉજવણી August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026