Homeગુજરાતવાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં સાળાએ બનેવી પર લાકડી વડે કર્યો હુમલો

વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં સાળાએ બનેવી પર લાકડી વડે કર્યો હુમલો

વાંકાનેરના રંગપર (બારવખલી) ગામે આયોજિત સમૂહ લગ્ન પ્રસંગમાં સાત વર્ષ જૂના પ્રેમ લગ્નનો ખાર રાખીને પાંચ શખ્સોએ યુવક પર લાકડીઓ અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજકોટ મોરબી હાઈવે રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા રવિભાઈ રતાભાઈ ગોગીયાએ આરોપી કાળુ મુળૂભાઇ જાદવ, દિલીપભાઈ મુળુભાઇ જાદવ, રવિભાઈ મુળુભાઇ જાદવ, મયુર ઉર્ફે મહેશભાઇ મુળુભાઇ જાદવ, નરેશભાઈ જીવાભાઇ જાદવ રહે. રંગપર તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના રંગપર ગામે સમુહ લગ્ન ખાતે આવેલ હોય ત્યારે આરોપીઓની બહેન સાથે ફરીયાદીએ સાતેક વર્ષ પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને લાકડાના આરોપીઓએ લાકડાના ધોકા વડે તથા આરોપીઓએ ઢીકાપાટુ થી માર મારી ફરીયાદીને માથાના ભાગે ઇજા તથા પગના ભાગે ફેકચર જેવી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ જતા રહેલ બાદ આરોપીઓ પાછળથી આવી આરોપીઓ સાથે મળી લાકડના ધોકા વડે ઇજાઓ કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular