Homeગુજરાતમોરબીના રવાપર રોડ પરથી વિદેશી દારૂના ચાર ચપલા સાથે બે ઝડપાયાં

મોરબીના રવાપર રોડ પરથી વિદેશી દારૂના ચાર ચપલા સાથે બે ઝડપાયાં

મોરબીના રવાપર રોડ પરથી બે શખ્સોને વિદેશી દારૂના ચાર ચપલા સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. સિટી એ ડિવિઝન પોલીસે દારૂના ચપલા અને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે રવાપર રોડ પર ખોજા ખાનાથી આગળ બે શખ્સોની તલાસી લેતાં પ્લાસ્ટીકના ઝબલા માંથી વિદેશી દારૂના ચપલા નંગ -૦૪ દારૂની કિંમત: ૪૮૦/- તથા  મોબાઈલ -૨ કિંમત: ₹૧૦,૦૦૦/- કુલ મુદ્દામાલ: ૧૦,૪૮૦ નાં મુદ્દામાલ સાથે આરોપી અમનભાઈ અશરફભાઈ વિસર (ઉં. વ. ૨૦) રહે. ગીતામિલ સામે, પંચાસર રોડ, મોરબી તથા રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા (ઉ.વ.૨૦), રહે. કાલિકા પ્લોટ, જલાલ ચોક, મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular