Homeગુજરાતમોરબીના પ્રેમનગરમાં ઘર આંગણે વિદેશી દારૂના 1104 ચપલા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના પ્રેમનગરમાં ઘર આંગણે વિદેશી દારૂના 1104 ચપલા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે પ્રેમનગર ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૮૫ હજાર થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના પ્રેમનગરમાં રહેતો ભૂપેન્દ્રભાઈ મેરૂભાઈ ઝાલા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા નંગ -૧૧૦૪ કિંમત રૂપિયા ૮૫,૪૪૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular