Homeગુજરાતમોરબીના માધાપર ઝાપા પાસે નોટ નંબરી પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીના માધાપર ઝાપા પાસે નોટ નંબરી પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી શહેરના માધાપર ઝાપા પાસે જાહેર રોડ પર ચલણી નોટોના નંબર પર હાર-જીતનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના માધાપરના ઝાપા પાસે ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમાં ચલણી નોટો હાથમાં રાખી ઉભા હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતા આ ઇસમો નોટોના નંબર પર નસીબ આધારિત પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે ત્રણેય ઈસમો વિજયભાઈ લવજીભાઈ નકુમ રહે. માધાપર શેરી નં. ૨૧, પરસોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી રહે. માધાપર શેરી નં. ૨, ગુલામહુશેન અબ્રાહમભાઈ સુમરા રહે. વનાળિયા, તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૧,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular