Homeગુજરાતમોરબી; સોશિયલ મીડિયામાં સ્ટંટ કરવો ભારે પડ્યો, સગીર પુત્ર પાસે સ્કોર્પિયો ચલાવનાર...

મોરબી; સોશિયલ મીડિયામાં સ્ટંટ કરવો ભારે પડ્યો, સગીર પુત્ર પાસે સ્કોર્પિયો ચલાવનાર પિતા સામે લાલ આંખ

મોરબી ટ્રાફિક પોલીસ સ્ટાફ ટ્રાફિક નિયમનની કામગીરીમાં કાર્યરત હોય તે દરમ્યાન સોશીયલ મીડીયા પેઇઝ ઉપર એક સગીર વયનો કિશોર કાળા કલરનો સ્કોરપીયો કાર ચલાવતા હોવાનો એક વિડિયો સોશીયલ મીડીયામા વાયરલ થયેલ જે બાબતે પોલીસ અધિક્ષકએ તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવતા.

જે વિડીયો જોતા સોશીયલ મીડીયામા વિડીઓ અપલોડ કરેલ તેનુ આઇ.ડી સર્ચ કરતા વાહન માલીક માળીયા તાલુકાના નાની બરારના રહેવાશી હોય જે જેનુ નામ સરનામુ તપાસ કરતા વસંતભાઇ ગોવીદભાઈ બકુત્રાનુ જણાયેલ હોય જેથી તેઓનો સંપર્ક કરી આ બાબતે આજે તેમને તથા તેમના સગીર વયના પુત્રને ગાડી સાથે બોલાવતા જે કાર નંબર GJ-36-AR-7037 વાળી હોવાનું જણાવેલ આ બાબતે પુછપરછ કરતા પોતે જણાવેલ કે આ ગાડી પોતાનો સગીર વયનો પુત્ર એ ચલાવેલ હોય જે બાબતનો વિડિયો બનાવી સોશીયલ મિડીયામા અપલોડ કરેલ જેથી તેઓને નામદાર જુવેનાઇલ કોર્ટ મોરબી નાઓને એમ.વી એક્ટ કલમ મુજબ એન.સી આપવામા આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular