મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. જિલ્લામાં મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ક્યાંય મોટી અનિચ્છનીય ઘટના વગર સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પડી હતી.
મતદાન પૂર્ણ થતાં જ તમામ ઈવીએમ મશીનો સીલ કરી દેવામાં આવ્યા છે, જેમાં કુલ 735 ઉમેદવારોના રાજકીય ભવિષ્ય બંધ થઈ ગયા છે. હવે સૌની નજર આવનારા મંગળવારે થનારી મતગણતરી પર છે, જેને રાજકીય રીતે “ફાઇનલ” તરીકે જોવામાં આવી રહી છે.
ખાસ કરીને મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 177 ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, અને તેમનું ભવિષ્ય હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે.
મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે કે મતદાતાઓ કોને સત્તાની ચાવી સોંપે છે.