મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નં- ૩ માં કોંગ્રેસ પક્ષ દ્વારા આકર્ષક અને જંજવતી પ્રચાર અભિયાન તેજ બની ગયું છે. ઉમેદવારો ઘરેઘરે સંપર્ક કરી મતદારોને વિકાસના મુદ્દાઓ સાથે જોડાઈ રહ્યા છે.
આ પ્રચાર અભિયાનમાં ગીતા બહેન દુબરીયા, પરેશકુમાર ચકુભાઈ કેકર, મંજૂલાબેન મહેશભાઈ ઝાપડા અને રમેશભાઈ ભવનભાઈ ભુંભરિયા જેવા ઉમેદવારો સક્રિય રીતે જનસમર્થન મેળવી રહ્યા છે. મતદારોમાં પણ કોંગ્રેસ પ્રત્યે સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.
ઉમેદવારો વોર્ડ નંબર -3 માં મતદારો સાથે સિધી મુલાકાત કરી રહ્યા છે અને લોકોને હાલ કેવી સમસ્યાઓ ભોગવવી પડી રહી છે તેનો તાગ મેળવી રહ્યા છે. અને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે તેમજ આગામી સમયમાં વોર્ડ નંબર -3 માં વિકાસ કરવાની બાંહેધરી આપી રહ્યા છે અને લોકોને કોંગ્રેસને મત આપવા અપીલ કરી રહ્યા છે. તેમજ પક્ષના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, “આ વખતે વોર્ડ નં. ૩ માં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે,” અને લોકોને પોતાના કિંમતી મતથી બદલાવ લાવવા અપીલ કરી છે.