Homeગુજરાતમોરબીમોરબીના ઘુંટુ ગામે નજીવી બાબતે યુવક પર બે શખ્સોનો લોખંડના પાઇપ વડે...

મોરબીના ઘુંટુ ગામે નજીવી બાબતે યુવક પર બે શખ્સોનો લોખંડના પાઇપ વડે હુમલો 

મોરબીના ઘુંટુ ગામે પિતા-પુત્ર વચ્ચેની સામાન્ય વાતચીતમાં પાડોશીએ ખોટી સમજૂતીના કારણે ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના ઘૂંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ દેવજીભાઈ વોરા (ઉ.વ.૩૪) એ આરોપી સચીનભાઈ દિનેશભાઈ બારોટ તથા કિશનભાઈ કમલેશભાઈ બારોટ રહે બંને ઘુંટુ ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ પોતના ઘર પાસે હાજર હતા તે દરમ્યાન ફરીયાદિના પિતા ફરીયાદિને કામ બાબતે ઠપકો આપતા હોય તે દરમ્યાન આરોપી સચિન આવી કહેવા લાગેલ કે મને કેમ ગાળો આપો છો તેમ કહી એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદિને ગાળો આપી તેના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરીયાદિના ખંભાના ભાગે તથા વાસાના ભાગે મારી કાનના ભાગે મુઢ ઈજા પહોંચાડેલ તેમજ આરોપી કિશનભાઇએ ફરીયાદિ પાસે આવી તેના હાથમાં રહેલ લોંખડનો પાઈપ ફરીયાદિને માથાના ભાગે એક ઘા મારી માથામાં ફેક્ચર (હેમરેજ) જેવી ઈજા પહોંચાડેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular