Homeગુજરાતમોરબીમોરબીમા જૂની અદાવતમાં કાર સાથે કાર અથડાવી યુવકને જાનથી મારી નાખવાની ધમકી...

મોરબીમા જૂની અદાવતમાં કાર સાથે કાર અથડાવી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી: શહેરના વીશીપરા વિસ્તારમાં રહેતા એક યુવક પર જૂની અદાવત રાખી સ્કોર્પિયો કાર ચાલકે તેની ગાડી સાથે અકસ્માત સર્જી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા કુલીનગર-૧ માં રહેતા શાહરૂખભાઈ ફિરોજભાઈ પઠાણ (ઉ.વ.૩૨) એ આરોપી સાજીદભાઈ સાઉદિનભાઈ જેડા યમુનાનગર મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને બે દિવસ પહેલા આરોપીના ભાઈ સાથે બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી આરોપીએ તેની સ્કોર્પીયો ગાડી લઈ આવી ફરીયાદી તેના મિત્રની ક્રેટા ગાડી રજીસ્ટર નં.GJ-36-AR-4143 વાળી સાથે ભટકાડી ક્રેટા ગાડીની જમણી સાઈડના દરવાજામાં તથા પાછળની સાઇડ તથા આગળના બમ્પરમાં નુકશાન કરી ભાગી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular