મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન રોડ પર ગેબી પાન પાછળ મિલન પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા એ પોતાના કબ્જા ભોગવટવાળા મકાનમાંથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ તથા ચપલા નંગ -૧૭ મળી કુલ કિંમત રૂપિયા ૧૪,૮૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.