મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં મોરબી થી જેતપર રોડ ઉપર રામદેવ હોટલની સામેથી છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ મોરબી થી જેતપર રોડ રામદેવ હોટલની સામે વાહન ચેકિંગની કામગીરીમાં હોય તે દરમ્યાન જેતપર બાજુથી એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નિકળતા તેને રોકી મોટરસાયકલના કાગળો તપાસ અર્થે માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવી ફર્યું ફર્યું બોલતો હોય જેથી મોટરસાયકલ પોતાની પાસે હોવા અંગેના કોઇ આધાર પુરાવા માંગતા ઈસમ પાસે ન હોય તેમજ પોતે આ મોટરસાયકલના માલીક બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી આ ઇસમે મોટરસાયકલ છળકપટ કે ચોરી મેળવેલાનું જણાય આવતા મોટરસાયકલ કિં.રૂ.૧૫,૦૦૦/-ના મુદામાલ સાથે વિજયભાઈ બંસીભાઇ ભોજવીયા રહે-ખાખરેચી તા.માળીયા (મીં)વાળાને પકડી પાડી મળી આવેલ સંકાસ્પદ ચીજવસ્તુ બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી ઇસમનેબી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ.ડી.એ.વાઘડીયા નાઓ ચલાવી રહેલ છે.