વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસે હાઇવે રોડ પરથી દેશી દારૂની હેરાફેરી કરતી ક્રેટા કાર સાથે એક ઈસમને કુલ કિ રૂ.૫,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ તથા સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલીંગમા હોય જ તે દરમ્યાન મહીકા ગામ પાસે આવતા ખાનગી બાતમી હ મળેલ કે એક હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર રજી નંબર-GJ-07-DA-8030 વાળીનો ચાલક ક્રેટા કારમાં દેશી દારૂ ભરીને વાાંકાનેર બાઉન્ટ્રી તરફથી આવી વાંકાનેર ગામ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ મહીકા ગામ પાસે વોચમાં હોય તે દરમ્યાન બાતમીવાળી હુન્ડાઇ કંપનીની સફેદ કરલની ગાડી આવતા ગાડીના ચાલકને ગાડી રોકવા હાથનો ઇશારો કરતા પોતાની કાર ઉભી રાખેલ નહી અને નાસવા જતા ક્રેટા કારનો પીછો કરી મહીકા ગામના પુલ પાસે ખાનગી વાહનથી કોર્ડન કરી ઉભી રખાવી કારમા ચેક કરતા કારમાથી દેશી દારૂ લીટર-૯૫૦ કિ રૂ.૧,૯૦,૦૦૦/- તથા કેટા કારની કિ રૂ.૪,૦૦,૦૦૦/- તથા વિવો કંપનીના મોબાઈલ ફોન નંગ ૦૧ ની કિ રૂ.૫,૦૦૦/- ગણી આમ કુલ કી.રૂ.૫,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન કાર ચાલક ઇસમ રફિક ઉર્ફે રફલો હબિબભાઇ વિકીયાણી (ઉ.વ.૩૭) રહે. ચંદ્રપુર તા. વાંકાનેરવાળાને પકડી પાડેલ તેમજ પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન દેશી દારૂનો જથ્થો મોકલનારની તપાસ ચાલુ છે. આમ પકડાઇ ગયેલ ઇસમ તથા તપાસમા ખુલે તે તમામ ઈસમો વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને દેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી કરતા ઇસમને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ સોધી કાઢવામા સફળતા મળેલ છે.