Homeગુજરાતમોરબીસામખીયાળી ખાતે આશાપુરા માતાજીના પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ભવ્ય આયોજન

સામખીયાળી ખાતે આશાપુરા માતાજીના પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ભવ્ય આયોજન

2થી 6 ઓક્ટોબર દરમિયાન વિવિધ સુવિધાઓ મળશે

કચ્છ સ્થિત આશાપુરા માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે સામખીયાળી ખાતે એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીચોક મિત્ર મંડળ દ્વારા આયોજિત આ કેમ્પ તા. 02-10-2026 થી તા. 06-10-2026 દરમિયાન કટારીયા હનુમાનજી મંદિરની બાજુમાં યોજાશે. પદયાત્રાએ નીકળેલા ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે આ કેમ્પમાં પ્રાથમિક મેડિકલ સેવા, ભોજન પ્રસાદ, આરામ કરવાની તેમજ સુવા-બેસવાની તમામ ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે.

આ સેવા કેમ્પનું આયોજન નિલેશભાઈ રાણસરીયા અને શૈલેષભાઈ બાવરવા દ્વારા કરવામાં આવ્યું છે. આયોજકો તેમજ શુભેચ્છક યમુના કેટ્રસ (કમલેશભાઈ) દ્વારા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી છે. ‘સેવા એ જ સાચી ભક્તિ’ના સંદેશ સાથે યોજાઈ રહેલા આ કેમ્પથી માતાજીના દર્શનાર્થે જતા હજારો પદયાત્રીઓને મોટી રાહત મળશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular