મોરબી સાયબર ક્રાઇમ પોલીસે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે થયેલી રૂ. ૮૬,૨૫,૯૫૦/- ની મોટી સાયબર ઠગાઈના કેસમાં ઝડપી અને સફળ કામગીરી કરી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ૩ આરોપીઓની અટકાયત કરી રૂ. ૬૧,૦૦,૦૦૦/- ની રકમ રિકવર કરી હતી. કોર્ટના હુકમ મુજબ આ રકમ “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત મૂળ ફરિયાદીને પરત સોંપવામાં આવી છે.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે થયેલી સાયબર ઠગાઈનો રજીસ્ટર થયેલ હતો. જે ગુનામાં ફરિયાદીના પુત્રને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો આપી આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણું કરી ગુનાહિત આયોજનબધ્ધ રીતે કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે શરૂઆતમાં નાની રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી નફાની રકમ પરત આપી જાસામાં લઇ મોટી રકમનું રોકાણ કરાવી કુલ રૂ.૮૬,૨૫,૯૫૦/- ની રકમની ઠગાઇ કરેલ હોય, જે ગુનાની તપાસમાં પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ત્રણ (૩) આરોપીઓને અટક કરી ગુનામા ગયેલ રૂ..૬૧,૦૦,૦૦૦/- રીકવર કરી જે રીકવર કરેલ મુદામાલ રકમ ફરીયાદીને નામદાર કોર્ટના હુકમ મુજબ આજ રોજ “તેરા તુજકો અર્પણ” અંતર્ગત પરત અપાવેલ છે.