Homeગુજરાતમોરબીમોરબી; પાનની દુકાને ઓનલાઇન પેમેન્ટ મુદ્દે બબાલ, યુવકને ગાળો આપી હાથ-પગ ભાંગી...

મોરબી; પાનની દુકાને ઓનલાઇન પેમેન્ટ મુદ્દે બબાલ, યુવકને ગાળો આપી હાથ-પગ ભાંગી નાખવાની ધમકી અપાતાં ફરિયાદ

મોરબી-હળવદ રોડ પર આવેલ ‘રાધે પાન’ સેન્ટર પર નાસ્તો કર્યા બાદ રૂ. ૬૫નું ઓનલાઇન પેમેન્ટ કરવા બાબતે તકરાર સર્જાઈ હતી. ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે પાન મસાલાના વેપારી સાથે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. પાન બનાવનાર વેપારી અને તેના ભાઈએ યુવક સાથે ઝઘડો કરી, ગાળો આપી તેમજ ધાકધમકી આપીને “હવે પછી અહીં દેખાણો તો હાથ-પગ ભાંગી નાખીશ” તેવી ધમકી આપી હતી. કારખાનામાં નોકરી કરતા યુવકની ની ફરિયાદના આધારે પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નિચી માંડલ ગામની સીમમાં સેનીસ્ટો સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને નોકરી કરતા હિતેશભાઈ ગોવિંદભાઈ છાસીયા (ઉ.વ.૨૮) એ આરોપી જીતુભાઈ પટેલ તથા વિપુલભાઈ પટેલ રહે. બંને રાધે પાન શિવ પેટ્રોલ પંપની બાજુમાં નિચી માંડલ ગામની સીમ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદિ તથા સાથી અનિલભાઈ આરોપીની દુકાને નાસ્તો લેવા માટે ગયેલ અને નાસ્તો લઈને સાથી અનિલભાઈ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરતા હતા ત્યારે આરોપી જીતુભાઈ એ તેમની પાસે રહેલ માણસ તેમની સાથે છે કે કેમ ? તેમ બે વાર પુછી ફરિયાદિને ગાળો બોલેલ અને ફરિયાદી ઉપર હાથ ઉગામી મારવાનો પ્રાયાસ કરેલ બાદ ફરિયાદિનાં શેઠ સ્મીતભાઈ પટેલ તથા કિશનભાઈ પટેલ આવી જતા તેની ગાડીમાં ફરિયાદિ બેઠેલ હતા ત્યારે આરોપી વિપુલ આવેલ અને તેને પણ ફરિયાદિને ગાળો બોલેલ અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી ફરિયાદી જાતિ પ્રત્યે અપમાનીત કરી ગુનાહીત ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular