Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકા દ્વારા “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર” યોજાઈ 

મોરબી મહાનગરપાલિકા દ્વારા “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર” યોજાઈ 

સફાઈ કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણ અંગે માર્ગદર્શન: માનનીય મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સફાઈ મિત્રોનું સન્માન

શહેરી વિકાસ વિભાગ તથા પેયજળ અને સ્વચ્છતા વિભાગ, ભારત સરકારના સંયુક્ત માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા આજરોજ પંચમુખી હનુમાનજી મંદિર હોલ, મોરબી ખાતે “સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું.

સફાઈમિત્રોના આરોગ્ય, સુરક્ષા, કલ્યાણ તથા તેમના પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યોજાયેલ આ શિબિરમાં સફાઈમિત્રોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ દરમિયાન National Level Webcast નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈમિત્ર સુરક્ષા, સન્માન અને કલ્યાણ અંગેના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, SWM શાખાના ચેરમેન મેઘરાજસિંહ ઝાલા, વાઈસ ચેરમેન હિરેનભાઈ કરોતરા, ભુપતભાઈ જારીયા સ્ટેન્ડિંગ કમિટી સભ્ય, તેમજ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી – IAS, નાયબ કમિશનર સંજયકુમાર સોની તથા અન્ય પદાધિકારીઓ, મહાનગરપાલિકાની વિવિધ શાખાના શાખાધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સફાઈમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સફાઈમિત્રો અને તેમના પરિવારજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય સુવિધા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ LPG જોડાણ, આયુષ્માન ભારત (PM-JAY) હેઠળ આરોગ્ય કાર્ડ તથા સૌભાગ્ય યોજના હેઠળ વીજ જોડાણ સહિતની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્રોની કામગીરીને બિરદાવતાં તેમના સુરક્ષા, સન્માન અને સામાજિક-આર્થિક કલ્યાણ માટે જરૂરી માર્ગદર્શન તથા સહાય ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. “સફાઈમિત્રોની સુરક્ષા અને સન્માન – સ્વચ્છ અને સ્વસ્થ શહેરની ઓળખ” ના સંદેશ સાથે કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular