Homeગુજરાતમોરબીમોરબીના ઘુટુ રોડ પર સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે બબાલ થતા બે પક્ષો...

મોરબીના ઘુટુ રોડ પર સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે બબાલ થતા બે પક્ષો વચ્ચે સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી: ઘુટુ રોડ પર આવેલ રામકો વિલેજ સોસાયટીમાં શેરીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી પડોશીઓ સામસામે આવી જતાં જૂથ અથડામણ થતાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ રોડ પર આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ (ઉ.વ.૩૪) એ ત્યાં જ રહેતા આરોપી ભક્તિબેન હઠીસિંહ, ગીતાબેન, હઠિસિંહ, સિવરાજ ભાટી, દીલુભા, શક્તિ દીલુભા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના ઘર પાસે આરોપી ભક્તિબેનનો દીકરો ફટાકડા ફોડતો હોય જે બાબતે ફરિયાદીએ આરોપી ભક્તિબેનને કહેલ હોય જે વાતનો ખાર રાખી આરોપી ગીતાબેન તથા હઠિસિંહ પોતાના હાથમાં લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘરે દરવાજામાં લાકડાના ધોકાના ઘા મારી ફરિયાદીને ભુંડાબોલી ગાળો બોલી આરોપી હઠિસિંહ, શિવરાજ, દિલુભાએ એ આરોપી ભક્તિબેન અને ગીતાબેનને ફરિ યાદીને માર મારવા માટે ઉસ્કેરી આરોપી શિવરાજએ ફરિયાદીને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

જ્યારે સામાપક્ષે મોરબીના ઘુંટુ રોડ પર આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા ભક્તિબા હઠિસિંહ પઢીયાર એ તે જ સોસાયટીમાં રહેતા આરોપી લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા સાથી ગેતાબેન આરોપીના ઘરે શેરીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બોલાચાલી બાબતે સમાધાન કરવા માટે જતા આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી તેના હાથમાં રહેલ લાકડીનો એક ઘા ફરિયાદિના માથાના ભાગે તથા સાથી ગીતાબેનને ડાબા હાથમાં એક ઘા મારી મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular