Homeગુજરાતમોરબીમોરબીમાં દેશી કટ્ટાથી અકસ્માતે મિસફાયર થતાં યુવક ગંભીર રીતે ઘાયલ; બે શખ્સો...

મોરબીમાં દેશી કટ્ટાથી અકસ્માતે મિસફાયર થતાં યુવક ગંભીર રીતે ઘાયલ; બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ

મોરબીના વીસીપરા વિસ્તારમાં મિત્ર પાસેથી સાચવવા રાખેલો ગેરકાયદે દેશી કટ્ટો (બંદૂક) કમરના નેફામાં મૂકવા જતાં અકસ્માતે મિસફાયર થવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે છૂટેલી ગોળી ડાબી જાંઘના ભાગે વાગતાં યુવક લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. બનાવ બાદ તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. ગેરકાયદે હથિયાર રાખવા તેમજ બેદરકારીપૂર્વક ફાયરિંગ કરી સુરક્ષા જોખમાવવા બદલ બે શખ્સો વિરુદ્ધ બી પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા રહે. રવાપર રોડ મોરબી તથા રાજેશભાઈ ખીમજીભાઈ પરમાર રહે. વિસિપરા તા. મોરબીવાળા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાઈ છે કે આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા રહે મોરબી રવાપર રોડ વાળાએ પોતાના પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર દેશી કટ્ટો કારતુસ સાથેનો પોતાના મિત્ર આરોપી રાજેસભાઈ ખીમજીભાઈ પરમાર રહે મોરબી વિસીપરા વાળાને સાચવવા આપતા રાજેસભાઈએ પોતાની પાસે ગે.કા.હથિયાર રાખી પોતાની કે બિજા ની સુરક્ષા જોખમાય તેવુ બેદરકારીભર્યું કૃત્ય કરી ફાયરીંગ થતા ડાબી જાંઘ ઉપર ગંભીર ઇજા થતા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular