મોરબીના રંગપર-જેતપર રોડ પર આવેલા એક દુકાનમાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા દરોડો પાડી સ્થળ પરથી ૫૨૦ લીટર (૨૬૦૦ થેલી) દેશી દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. ૧,૦૪,૦૦૦ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી એક ઇસમની અટકાયત કરી છે, જ્યારે માલ પૂરો પાડનાર અન્ય એક આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના રંગપર-જેતપર રોડ પર આવેલા ખોડિયાર ફેબ્રીકેશન અન્ડ ફ્લોરમિલ લખેલ બોર્ડ વાળી દુકાનમાંથી દેશી દારૂ ૫૨૦ લીટર (૨૬૦૦ થેલી) દેશી દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. ૧,૦૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રણજીતસિંહ જીલુભા હાડા રહે. ગામ ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલપુરો પાડનાર અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી રહે. કાંતિનગર મોરબીવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.