માળીયા (મીં) તાલુકાના બગસરા ગામની ખુલ્લી સીમના ઢોક વિસ્તારમાં આવેલી પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો ઇલેક્ટ્રિકના કોપર કેબલ વાયર કાપીને ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સિક્યુરિટી સુપરવાઇઝરે માળીયા (મીં) પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટની ‘ઈગલ આઈ સીક્યુરીટી સર્વિસ’માં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ મેઘુભા પરમારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સુજલોન કંપનીની પવનચક્કી નંબર VM 36 નુ કોઈ અજાણ્યો ચોર ઇસમે તાળુ તોડી પવનચક્કીના ઇલેક્ટ્રીકના કોપરના ૨૪૦ સ્ક્વેર એમ.એમ.ના કેબલ વાયર આશરે ૨૬૦ મીટર જેની કિંમત રૂપીયા આશરે ૭૮,૦૦૦/ નો કાપી ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.