મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમિયાન કંડલા બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના નજીક જાહેર જગ્યામાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે સ્થળ પરથી મહિલાઓ સહિત કુલ ૯ આરોપીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન કંડલા બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા સહિત નવ ઈસમો નીતાબા ઉર્ફે ચેતનાબા બળભદ્રસિંહ ઝાલા રહે. મોરબી સામાકાંઠે મયુર સોસાયટીની બાજુમાં આનંદનગર, ગીતાબા જયેન્દ્રસિંહ ચુડાસમા (રહે. મોરબી કંડલા બાયપાસ પી.એમ. આવાસ યોજના બ્લોક નં.બી/૬/૨૦૪, ઇલાબા ઉર્ફે આરતીબા મહેન્દ્રસિંહ જાડેજા રહે. બી-૧૭ ત્રીજો માળ પ્રધાનમંત્રી આવાસ દલવાડી સર્કલ પાસે મોરબી, ગંગાબેન બચુભાઈ ઠાકોર રહે. દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ બી-૪ ત્રીજો માળ મોરબી, વર્ષાબેન સુરેશભાઈ રાઠોડ રહે. દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ બી-૮-૨૦૬ મોરબી, ચંપાબેન બચુભાઈ અઘારા રહે. દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ બી-૧૨ મોરબી, પ્રીતીબેન મુકેશભાઈ વસાણીયા રહે. સામાકાંઠે મયુર સોસાયટી ખુલ્લા પાસે મોરબી, વિજયભાઈ ચંદુભાઈ ચોધરી રહે. શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં-૩ મોરબી અને જાનકીબેન રાજેશભાઈ ચારેલા રહે. રવાપર ઝાંપામા કિરણ પોઈન્ટ ફ્લેટ નં-૪૦૫ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૨,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.