Homeગુજરાતમોરબીમોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું

મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ બનાવી અવનવી વૈજ્ઞાનિક કૃતિઓ

મોરબી, અત્રેની પીએમશ્રી મધપરવાડી કન્યા શાળા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.એ અન્વયે આજ રોજ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું.

મનોવિજ્ઞાનના નિયમ મુજબ બાળકો સાભળેલું ભૂલી જાય છે,જોયેલું યાદ રહી જાય છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે,એ પ્રમાણે વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારે બનાવેલ કૃતિઓ ટપક સિંચાઈ,એનર્જી એપ્સીઅંન્ટ સ્માર્ટ સીટી,પાણીનું શુદ્ધિકરણ જૈવિક ખેતી,ગ્રીન એનર્જી, ડે એન્ડ નાઈટ વર્કિંગ મોડેલ, એટીએમ મશીન, લ.શા.અ. ગુ.શા.અ.ટેલિસ્કોપ, રેઇન ડીરેક્ટર,સૂર્ય મંડળ, જ્વાળામુખી ભૂકંપ ચેતવણી સુરક્ષા લિફ્ટ , ચંદ્રયાન વર્કિંગ મોડેલ, કોણ માપક, ફેકટરીના પાણીનું શુદ્ધિકરણ, LCM પ્રોજેક્ટ, ઓટોમેટિક સોલાર પ્લાન્ટ, હાઇડ્રોલિક બ્રિજ, સરવાળા મોડેલ,ઓટોમેટિક ચકડોળ,પેરિસ્કોપ,હોલોગ્રામ વગેરે જેવી 30 જેટલી કૃતિ વિદ્યાર્થીઓએ બનાવી હતી, દોશી & ડાભી માધ્યમિક શાળા માધાપરવાડી સરકારી માધ્યમિક શાળા માધાપરવાડી કુમાર શાળા વગેરે આજુબાજુની શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાલ્યુ હતું, પ્રદર્શનને સફળ બનાવવા ગણિત- વિજ્ઞાન શિક્ષક ચાંદનીબેન સાંણજાએ ખુબજ જહેમત ઉઠાવી હતી તેમજ ધો.6 થી 8 ના તમામ શિક્ષકો ઉપેન્દ્રભાઈ ફુલતરિયા, જયેશભાઇ અગ્રાવત, દિનેશભાઈ સાવરિયા વગેરેએ વ્યવસ્થાપન સભાળ્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular