Homeગુજરાતમોરબીમોરબી નજીક થાર કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે પાંચ ઈસમો ઝડપાયાં 

મોરબી નજીક થાર કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે પાંચ ઈસમો ઝડપાયાં 

મોરબી તાલુકાના લાલપર ગામે વાંકનેર થી મોરબી નેશનલ હાઇવે પરથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ થાર કાર સાથે પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, વિર ઉર્ફે વિરૂ હિતેશભાઇ રાઠોડ વાળો એક લાલ કલરની મહિન્દ્રા કંપનીની થાર આગળ પાછળ નંબર પ્લેટ વગરની કારમાં પાસ પરમીટ વગર કૈફી પીણુ ભરી વાંકાનેર તરફ થી લાલપર ગામ થઇ મોરબી બાજુ આવે છે” જે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મહેન્દ્ર કંપનીની થાર કારમાથી દેશીદારૂ લી-૫૦૦ કિં.રૂ.૧૦૦૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા કુલ ૧૨,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમો વિર ઉર્ફે વિરૂ હિતેષભાઈ રાઠોડ રહે-કુલીનગર ૧ વીસીપરા મોરબી, અજય દિલીપભાઈ દારોદ્રા રહે.વીસીપરા, સ્મશાન પાસે, મેળાના મેદાનમાં ઝુપડામાં મોરબી, દેવરાજભાઇ નારણભાઇ બોહટીયા રહે-વી.શી.પરા મહાકાળી ઓઇલ મીલની સામે મોરબી, નવઘણભાઇ ધનાભાઇ સાંતોલા રહે-રામાપીરનો ઢોળો ભદીયાદ તા.જી.મોરબી, જીવણભાઈ રમેશભાઈ ભોજવીયા રહે-વી.શી.પરા શક્તિ મેડિકલ પાસે મોરબી-૦૨ મુળ ગામ-સોખડા તા.જી.મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે વ્યક્તિ ફરીદાબેન જયંતીભાઇ ચૌહાણ રહે-ચીલોડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (માલ મોકલનાર) તથા સલીમ ઉર્ફે રાહુલભાઇ પઠાણ રહે-મોરબી (માલ મંગાવનાર)વાળા  વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular