Homeગુજરાતમોરબીખાખરાળામાં 300થી વધુ ખેડૂતોની હાજરીમાં ભવ્ય ખેડૂત સભા યોજાઈ

ખાખરાળામાં 300થી વધુ ખેડૂતોની હાજરીમાં ભવ્ય ખેડૂત સભા યોજાઈ

મોરબી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી તથા શ્રી કૃષિ એગ્રો કેન્દ્ર, નવલખી બાયપાસ રોડ, નવલખી ફાટક પાસે, પરશુરામ ઓવરબ્રિજ નીચે, મોરબીના સંયુક્ત ઉપક્રમે આજે તા. 25 સપ્ટેમ્બર, 2026ના રોજ ખાખરાળા ગામ ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી સહિત આસપાસના વિસ્તારના 300થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ખેડૂત સભા દરમિયાન બાયર, કોરોમંડલ, મેઘમણી, IIL, કોટીવા સહિતની વિવિધ મલ્ટીનેશનલ કૃષિ કંપનીઓ દ્વારા પોતાના ઉત્પાદનો અને કૃષિ સંબંધિત માહિતી માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. ખેડૂતોને વિવિધ કૃષિ ઉત્પાદનો અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના વૈજ્ઞાનિકો તેમજ નિવૃત્ત વૈજ્ઞાનિક દિલીપભાઈ સરડવા દ્વારા ખેડૂતોને ખેતીની વર્તમાન પરિસ્થિતિ, પાક વ્યવસ્થાપન અને આધુનિક ખેતી પદ્ધતિઓને અનુરૂપ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂત સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી જોવા મળી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular