વાંકાનેરના પાડધરા ગામ નજીક જૂની અદાવત અને અકસ્માતના સમાધાન મુદ્દે ચાલેલી તકરારમાં મોડી રાત્રે ચા ની હોટલ પાસે બોલાચાલી થયા બાદ કારમાં આવેલા શખ્સોએ લાકડીઓ વડે યુવક સહિત ત્રણ વ્યકિતઓ હિંસક હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા અને ખેતી કરતા કિશનભાઇ રઘુભાઈ બાવળીયા (ઉ.વ.૩૦) એ આરોપી જયેશભાઈ ગેલાભાઈ સરૈયા, હીરાભાઈ ગેલાભાઈ, માંડણભાઈ હરજીભાઈ, મનિષભાઈ હરજીભાઈ, લાલભાઈ મસાભાઈ, રહે બધા જેતપરડા તા. વાંકાનેર તથા અજાણ્યા બે ઇસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી જયેશભાઈએ ફરીયાદી પાસે જઈ તે અમારૂ સમાધાન થવા દિધેલ નથી તેવુ કહી બોલા ચાલી કરી જતો રહેલ ત્યાર બાદ અડધી કલાક પછી આરોપીઓ હુન્ડાઇ ક્રેટા ગાડી રજીસ્ટર નં.GJ-36-AJ-6212 વાળી લઈને આવેલ અને ફરીયાદી સાથે તને ગામમા બધી બાબતમા બહુ રસ છે તે અમારૂ સમાધાન થવા દીધેલ તેમ કહી ભુંડાબોલી ગાળો આપી ફરીયાદિ સાથે માથાકુટ કરી ઝઘડો કરવા લાગેલ અને બાદ ક્રેટા ગાડીમાથી આરોપીઓએ લાકડીઓ કાઢી અને ફરીયાદિને આરોપી લાલાભાઈએ લાકડીનો ઘા મારેલ અને સાથી સનાભાઈ તથા રાયધનભાઈ વચ્ચે પડતા આરોપી હિરાભાઈએ તેમને લાકડીના ઘા મારેલ અને માથાકુટ ચાલુ હોય તે દરમ્યાન ત્યા એક સ્કોર્પિયો ગાડી નંબર 4647 વાળી આવેલ અને તેમાથી બે અજાણ્યા છોકરા ઉતરી આવેલ અને તેને પણ ફરી તથા સાથી સાથે માથાકુટ કરી બધા બન્ને ગાડીઓ જતા રહી ફરીયાદી તેમજ સાથીઓને હાથમા ફેક્ચર જેવી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.