Homeગુજરાતમોરબીટંકારા-પડધરીના 60થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી

ટંકારા-પડધરીના 60થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી

ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના ૬૦થી વધુ ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ આગેવાની અને માર્ગદર્શન હેઠળ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્યએ તમામ ખેડૂતોને વિધાનસભા ગૃહ, તેની કામગીરી અને સંસદીય પ્રક્રિયાઓ વિશે વિગતવાર અને સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી.

હાલ વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવા છતાં, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખાસ સમય ફાળવીને ખેડૂતોને વિધાનસભાની અંદર લઈ જઈને મંત્રીઓ, ધારાસભ્યોની ભૂમિકા તેમજ લોકશાહીની સર્વોચ્ચ સંસ્થા ગણાતી વિધાનસભાને લગતી તમામ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

આ સફળ અને માહિતીસભર મુલાકાત બાદ ઉપસ્થિત તમામ ખેડૂતોએ પોતાના વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અને ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા નું સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું.

ખેડૂતોએ રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આપણા વિસ્તારના ધારાસભ્ય અત્યંત ઉત્સાહી છે અને સતત લોકહિત તથા વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે.” ખેડૂતોએ ધારાસભ્યની કાર્યશૈલી અને સમર્પણ ભાવને બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular