Homeગુજરાતમોરબીમોરબીના ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’માં આજે ગણપતિ આયેગાની થીમ પર જુનિયર કલાકારો...

મોરબીના ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’માં આજે ગણપતિ આયેગાની થીમ પર જુનિયર કલાકારો ધૂમ મચાવશે

બોલિવૂડ-ટોલિવૂડના જાણીતા કલાકારોના જુનિયર કલાકારોની રજૂઆત સાથે ગણેશ મહોત્સવમાં ભક્તિ બાદ મનોરંજનનો રંગ જામશે

મોરબી : મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગણેશ મહોત્સવને લઈને ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો છે. રહીશો દ્વારા એકસાથે મળી દુંદાળા દેવના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવાર-સાંજ આરતી સહિત ધાર્મિક, સામાજિક તેમજ પરિવાર સાથે માણી શકાય તેવા સાંસ્કૃતિક અને મનોરંજક આયોજનો થઈ રહ્યા છે. આરતીમાં બાળકો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં રહીશો પરિવાર સાથે જોડાઈ રહ્યા હોવાથી સમગ્ર વિસ્તાર ગણેશમય બન્યો છે.

નવા હાઉસિંગ બોર્ડનો ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં રાત્રિના સમયે પરિવાર સાથે માણી શકાય તેવા મનોરંજન અને સાંસ્કૃતિક આયોજનોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આજે ગુરુવારે રાત્રે 9:30 વાગ્યે ‘ગણપતિ આયેગાની થીમ સાથે બોલિવૂડ અને ટોલિવૂડના જાણીતા કલાકારોના જુનિયર કલાકારો દ્વારા ગભીરતામાં હળવી ફૂલ કોમેડી સાથે ધૂમ મચાવશે

આ દરમિયાન જુનિયર નરેશ કનોડિયા (કિશોર ડાભી), જુનિયર અમિતાભ બચ્ચન (મુન્ના માસ્ટર), જુનિયર દિલીપકુમાર, જુનિયર દેવ આનંદ, જુનિયર ગોવિંદા, જુનિયર રાજેશ ખન્ના અને જુનિયર જીતાલાલ સહિતના કલાકારો પોતાની રજૂઆતથી ઉપસ્થિતોને મનોરંજન પૂરું પાડશે.

નવા હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા પરિવાર સાથે માણી શકાય તેવા આ આયોજનને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તિ સાથે મનોરંજનનો સંગમ ધરાવતા ‘ગણપતિ આયેગા’માં આજે રાત્રે 9:30 વાગ્યે નિર્દોષ ધમાલ મસ્તી સાથે પરિવાર સાથે માણી શકાય એવી સભ્યતા અને સંસ્કૃતિને ઉજાગર કરતી હળવી ફૂલ કોમેડી રજૂ કરવામાં આવનાર હોય આ કાર્યક્રમમાં શહેરીજનોને ઉમટી પડવા આયોજકોએ અપીલ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular