Homeગુજરાતમોરબીટંકારા ઉગમણા નાકા પાસેથી બાઇક ચોર કરનાર બે ઇસમો ઝડપાયાં 

ટંકારા ઉગમણા નાકા પાસેથી બાઇક ચોર કરનાર બે ઇસમો ઝડપાયાં 

ટંકારા ઉગમણા નાકા પાસેથી કરેલ મોટર સાયકલ ચોરી કરનાર બે આરોપીઓને મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

ગઇ તા.૨૫/૦૮/૨૦૨૬ ના રાત્રીના સાડા બારેક વાગ્યેથી સવા બે વાગ્યેના અરસામાં ટંકારા ઉગમણા નાકા પાસેથી ફરીયાદી સુનિલભાઇ રમેશભાઇ દંતેસરીયા રહે.ટંકારા ઉગમણા નાકા વાળાનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં-GJ-36-AD-2597 નુ કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદીએ ફરીયાદ જાહેર કરતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મોટર સાયકલ ચોરીનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હોય

ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરવા કાર્યરત હોય તે દરમ્યાન ટંકારા નગરનાકા સામે બે ઇસમો નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ ચલાવી નીકળતા બન્ને ઇસમોને રોકી મો.સા. ની આર.સી.બુક આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી પોકેટકોપ/ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં મો.સા. ના એન્જીન ચેસીસ નંબર સર્ચ કરી જોતા મો.સા. ઓનર ઓનર/માલીક સુનિલભાઇ રમેશભાઇ દંતેસરીયા રહે.ટંકારા વાળા હોય જેથી મો.સા. અંગે ખરાઇ ખાત્રી કરતા મોટર સાયકલ ચોરી થયા અંગેની ફરીયાદ રજિસ્ટર થયેલ હોય જેથી પકડાયેલ બન્ને ઇસમો અજયભાઇ જીવણભાઇ મકવાણા (ઉ.વ.૩૭) હાલ રહે. ટંકારા અમરાપર રોડ ફુલવાડી વિસ્તાર તા.ટંકારા જી.મોરબી મુળ રહે. ખાખરા ગામ તા.ટંકારા તથા જયરાજસિંહ કરણસિંહ ઝાલા ઉ.વ.૨૪ રહે. કોઠારીયા ગામ તા.વાંકાનેરવાળાની યુકતિ પ્રયુકિતથી વિશેષ પુછપરછ કરતા બન્ને ઇસમોએ સાથે મળી ઉપરોકત મો.સા. ચોરી કરેલાની કબુલાત આપેલ હોય જેઓ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular