Homeગુજરાતમોરબીકલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત 4 લઘુમતીઓ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર...

કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત 4 લઘુમતીઓ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબી જિલ્લામાં લોંગ ટર્મ વિઝા (LTV) પર વસવાટ કરતા પાકિસ્તાનના લઘુમતી (હિન્દુ) સમુદાયના નાગરિકો માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકત્વ એનાયત કરવાની દિશામાં ઝડપી અને સકારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ ની કલમ ૫(૧)(c) હેઠળ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મૂળ પાકિસ્તાનથી આવેલા પ્રેમસિંઘ નેતસિંઘ, સવાઈ રોહસિંઘ, કિર્શનસિંહ રોહસિંઘ અને પરતાબસિંહ કાનજી એમ કુલ ૪ વ્યક્તિઓને ભારતીય નાગરિકતાના કાયમી પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. કાયમી નાગરિકત્વ મળતાં જ આ ચારેય વ્યક્તિઓ હવેથી ભારતીય નાગરિક તરીકેના તમામ સરકારી લાભો અને અધિકારો મેળવવા માટે હકદાર બન્યા છે.

પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે જિલ્લા કલેક્ટર દ્વારા નવા સીએએ (CAA) પોર્ટલ પર કરાયેલી પેન્ડિંગ અરજીઓનો ત્વરિત અને યોગ્ય નિકાલ કરવા ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જ અરજદારોને મૂંઝવતા વહીવટી પ્રશ્નો અંગે પણ પ્રત્યક્ષ ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓનો કલેક્ટરએ સંવેદનશીલતાથી નિકાલ લાવતા તમામ લાભાર્થીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular