Homeગુજરાતમોરબીમોરબી નજીક દુકાને ચીજવસ્તુ લેવા ગયેલી 13 વર્ષની સગીરા ગુમ

મોરબી નજીક દુકાને ચીજવસ્તુ લેવા ગયેલી 13 વર્ષની સગીરા ગુમ

મોરબી નજીક આવેલા હરીપર કેરાળા રોડ પરના એક કારખાનાની કોલોનીમાંથી એક ૧૩ વર્ષની તરુણી ભેદી સંજોગોમાં ગુમ થતાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ ગત તારીખ ૨૮/૦૮/૨૦૨૬ના રોજ બપોરના અગિયારેક વાગ્યાના સુમારે આ તરુણી રોડ પર આવેલી દુકાનેથી સામાન લેવા જવાનું કહીને રૂમ પરથી નીકળી હતી, પરંતુ ત્યારબાદ મોડે સુધી પરત ફરી નહોતી. પરિવારે આસપાસના વિસ્તારમાં તથા વતનમાં શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો ન મળતાં આખરે મોરબી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામાં આવી છે. સગીરાને કોઈ અજાણ્યો ઈસમ લાલચ-લલચાવી કે બળજબરીથી અપહરણ કરી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular