Homeગુજરાતમોરબીહળવદના ચરાડવા ગામની સીમમાંથી જીરૂં ચોરી કરનાર ચાર આરોપીઓ ઝડપાયાં: રૂ.12.77 લાખનો...

હળવદના ચરાડવા ગામની સીમમાંથી જીરૂં ચોરી કરનાર ચાર આરોપીઓ ઝડપાયાં: રૂ.12.77 લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમા ભવાની ઓઇલ મીલમાંથી થયેલ જીરૂ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચાર ઇસમોને ચોરીમા ગયેલ જીરૂ તથા અન્ય મુદામાલ મળી કુલ કિં.રૂ.૧૨,૭૭,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જીરૂ ચોરીનો વણશોધાયેલ ગુન્હો મોરબી એલ.સી.બી પોલીસે શોધી કાઢ્યો છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જીરું ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ આ ગુનાના ફરીયાદીએ પોતાની ફરીયાદમા જણાવેલ કે મોરબી હાઇવે રોડ ચરાડવા ગામની સીમમા આવેલ ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાં તેણે પોતાની સંયુક્ત ચાર ભાઇઓની ખેતીની ઉપજના જીરૂના બાચકા નંગ ૧૦૨ જેમા જીરૂ ભરેલ તેનુ વજન ૨૮૦ મણ કિં.રૂ.૧૦,૬૪,૦૦૦/-ની કોઇ ચોર ઇસમ કોઈ પણ સમયે ચોરી કરી લઇ ગયાની ફરીયાદ જાહેર કરેલ હતી.

ફરીયાદના આધારે મોરબી એલસીબી પોલીસે તપાસ હાથ ધરી મોરબી- ચરાડવા-હળવદ રોડ પર આવેલ ITI સામે GEB ના સબ સ્ટેશન પાછળથી સુરજભાઈ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી (રહે. મોરબી), સુનિલ મુકેશભાઈ સોલંકી (રહે. મોરબી), ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા (રહે. સરધાર તા. રાજકોટ ) અને રાહુલ વિજયભાઈ દસડીયા (રહે. મોરબી) ને ઝડપી પાડ્યા છે. જ્યારે આ ગુન્હામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓ અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપુજક અને વાધજી દેવીપુજકને પકડવાની કામગીરી ચાલુ છે.

પોલીસે આરોપીઓ પાસેથી ૯૨ બાચકાં જીરૂં ૨૩૧ મણ – કિં.રૂ. ૮,૭૭,૮૦૦/-, એક બોલેરો મેક્ષી ટ્રક વાહન કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- અને તાલપત્રી મળી કુલ રૂ. ૧૨,૭૭,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular