Homeગુજરાતમોરબીમોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું

મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થાય તેમજ સેજા કક્ષાએ મહેસુલી સેવાઓ માટે અરજદારો અને ગ્રામજનોને સરળતાથી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર મહેસુલી તલાટીઓની હાજરી તથા કામગીરીનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.

નક્કી કરવામાં આવેલ સમયપત્રક મુજબ તમામ મહેસુલી તલાટીઓ સોમવારથી બુધવાર સુધી તેમના સેજાના મુખ્ય મથક ખાતે હાજર રહી ફરજ બજાવશે.

ગુરુવારના રોજ તમામ મહેસુલી તલાટીઓ સંબંધિત મામલતદાર કચેરી ખાતે હાજર રહી બેઠકમાં હાજર રહેશે.

તદુપરાંત, શુક્રવાર અને શનિવારના રોજ મહેસુલી તલાટીઓ તેમની સેજામાં સમાવિષ્ટ ગામોમાં ક્ષેત્રિય કામગીરી કરશે અને સ્થળ પર જઈ જરૂરી મહેસુલી કામગીરી હાથ ધરશે.

આ વ્યવસ્થાના પરિણામે સેજાના મુખ્ય મથક ખાતે મહેસુલી તલાટીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત થવાથી ગ્રામજનોને વિવિધ મહેસુલી સેવાઓ, અરજીઓ તથા અન્ય મહેસુલી કામગીરી માટે જરૂરી માર્ગદર્શન અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. સાથે જ ગામડાઓમાં ક્ષેત્રિય કામગીરીને પણ વધુ અસરકારક બનાવી શકાશે.

ઉક્ત સમયપત્રક મુજબ તમામ મહેસુલી તલાટીઓએ પોતાની ફરજ અને કામગીરી નિયમિતપણે તથા સમયબદ્ધ રીતે બજાવવાની રહેશે. તેમ જિલ્લા કલેક્ટર કચેરી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular