Homeગુજરાતમોરબીટંકારામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: 2.47 લાખના દાગીના અને રિક્ષા સાથે...

ટંકારામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: 2.47 લાખના દાગીના અને રિક્ષા સાથે એક ઝડપાયો, પત્ની સહિત બે ફરાર

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર-૭માં ગત તારીખ ૧૬/૦૯/૨૦૨૬ના રોજ બપોરના સમયે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. ફરીયાદી સુનીલભાઇ મોહનભાઇ રાઠોડના બંધ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, લોખંડના કબાટની તિજોરીમાંથી અજાણ્યા તસ્કરો રૂ. ૨,૪૭,૬૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અનડીટેક્ટ ગુનાને શોધી કાઢવા માટે ટંકારા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય.

ત્યારે પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા (નંબર GJ-10-T-8165) લઈને એક ઈસમ ચોરીનો મુદ્દામાલ મોરબી તરફ વેચવા જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે ટંકારા નગરનાકા સામેથી ગોપાલભાઇ રાયમલભાઇ વાઘેલા (ઉં.વ. ૨૬, રહે. ધ્રોલ)ને સોના-ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેણે પોતાની પત્ની ભાવનાબેન અને સંબંધી સંજયભાઇ વાઘેલા સાથે મળીને દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં આંટાફેરા મારી બંધ મકાનનું તાળું તોડી આ ચોરીને અંજામ આપ્યો હતો.

ટંકારા પોલીસે આરોપી પાસેથી રૂ. ૨,૪૭,૬૦૦/- ની કિંમતના ચાંદીના કળા, સાંકળા, લકી, મંગળસૂત્ર અને સોનાની પાન બુટ્ટી તેમજ રૂ. ૧,૦૦,૦૦૦/- ની રિક્ષા મળી કુલ રૂ. ૩,૪૭,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી પકડાયેલ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અન્ય બે ફરાર આરોપીઓ ભાવનાબેન વાઘેલા અને સંજયભાઈ વાઘેલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular