Homeગુજરાતમોરબીમોરબી ભાજપના આગેવાન શૈલેષ માકાસણા વિરુદ્ધ બળાત્કારનો ગુનો

મોરબી ભાજપના આગેવાન શૈલેષ માકાસણા વિરુદ્ધ બળાત્કારનો ગુનો

પાંચ વર્ષ જૂના બનાવમાં પરિણીતાની ફરિયાદ, ઉછીના લીધેલા રૂપિયાની આડમાં બળાત્કારનો આક્ષેપ; પોલીસ દ્વારા આરોપીની શોધખોળ

મોરબી ભાજપના આગેવાન અને મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટરના પતિ શૈલેષ માકાસણા વિરુદ્ધ પરિણીતાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધાતા ચકચાર મચી છે.

ફરિયાદ મુજબ વર્ષ 2020માં પરિણીતાએ પોતાના પતિની બીમારી માટે શૈલેષ માકાસણાની પત્ની પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા. આ રૂપિયાની લેવડદેવડની આડમાં શૈલેષ માકાસણાએ પરિણીતાને પોતાના રહેણાંક ફ્લેટમાં બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ દરમિયાન પરિણીતા ગર્ભવતી બની જતા આરોપીએ બાળકની જવાબદારી ઉઠાવવાનું કહી મામલો છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં ઓમ વિલા બંગલા ખાતે બોલાવી ફરીથી બળજબરીથી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ સમગ્ર બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવના આશરે પાંચ વર્ષ બાદ પરિણીતાના ઘરે બાળક અંગે પરિવારજનોને જાણ થતાં પરિવારજનોએ હિંમત આપતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે શૈલેષ માકાસણા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે શૈલેષ માકાસણાના ઓમ વિલા બંગલા ખાતે ગત જુલાઈ મહિનામાં પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું હતું. જોકે, આ દરોડા દરમિયાન શૈલેષ માકાસણા સ્થળ પર હાજર ન હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular