Homeગુજરાતમોરબીવાંકાનેરના ભલગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં 

વાંકાનેરના ભલગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયાં 

વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમ સ્મશાન પાસે ખરાબામા જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને રોકડ રૂપીયા ૧૩,૭૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે ભલગામ ગામની સીમ સ્મશાન પાસે જાહેરમાંથી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૩,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમો વસુભાઈ રઘુભાઈ ભાલીયા રહે. ભલગામ તા.વાંકાનેર, લાખાભાઈ મનુભાઈ મેવાળા રહે મેસરીયા તા. વાંકાનેર, નિલેશભાઈ દેવજીભાઈ કારડીયા રહે ૨૫ વારીયા ક્વાટર, નારાયણ નગર, શેરી નંબર -૧૨ કોઠારીયા સોલવટ ગોંડલ ચોકડી નજીક રાજકોટ, સુરેશભાઈ રાજુભાઈ પરમાર રહે મેસરીયા તા. વાંકાનેરવાળાને પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્સે રજીસ્ટર કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular