Homeગુજરાતમોરબીનરેન્દ્ર મોદી અને અમિત શાહ ના પૂતળા દહનમાં કાર્યક્રમ બાબતે ફરિયાદ નોંધાઈ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના પૂતળા દહનમાં કાર્યક્રમ બાબતે ફરિયાદ નોંધાઈ

જેતપરમાં વગર મંજૂરીએ વડાપ્રધાન અને ગૃહમંત્રીના પુતળા દહન મામલે 21થી વધુ સામે FIR: મોરબી તાલુકા પોલીસે હાથ ધરી તપાસ

મોરબી તાલુકાના જેતપર ગામના મુખ્ય ચોક ખાતે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ મોડી રાત્રે સરકારી તંત્રની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના ગેરકાયદેસર ડોમ ઊભો કરી અને વિરોધ પ્રદર્શન કરવાનો બનાવ સામે આવ્યો છે. વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રીના પુતળાનું દહન કરી, લાકડાના ધોકા વડે પુતળાને ફટકારી, અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરી સરકાર વિરુદ્ધ સખત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ગેરકાયદેસર મંડળી રચવા તેમજ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સવજીભાઈ ઘેટીયા પોતે ફરિયાદી બન્યા છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સાર્વજનિક માર્ગ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિ પ્રગટાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું તેમજ માનવજીવ અને મિલકતને નુકસાન થાય તેવું કૃત્ય કરી જાહેર સુલેહ-શાંતિનો ભંગ કર્યો હતો. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. નિલેશભાઈ સવજીભાઈ ઘેટીયા ફરિયાદી બન્યા છે. જ્યારે આરોપીઓ તરીકે (૧) નેહુલ ધીરજલાલ અમૃતિયા, (૨) હર્ષદ ચતુરભાઈ અઘારા, (૩) રાજુભાઈ ભુદર કંડીયા (પાવભાજી), (૪) દીપક નાથાભાઈ ઝાકાસણીયા, (૫) લાલજી ઘનશ્યામ ઝાકાસણીયા, (૬) લલીત ઉર્ફે ભોટીયો ચીકુભાઈ અઘારા, (૭) કોકાભાઈ બચુભાઈ કંડીયા, (૮) અમીત બચુભાઈ કંડીયા, (૯) નરેશ બચુભાઈ અઘારા, (૧૦) નંદલાલ પ્રભુભાઈ અમૃતિયા, (૧૧) ગોવિંદ ધરમશીભાઈ અમૃતિયા, (૧૨) ચતુર છગન અઘારા, (૧૩) લાભુભાઈ અમરશી ભાઈ વરસડા, (૧૪) હિરેન ચંદુભાઈ અઘારા, (૧૫) વિપુલ મગનભાઈ કંડીયા, (૧૬) ખુશાંગીબેન રાજેશભાઈ અઘારા, (૧૭) દર્શનાબેન ઉર્ફે ગુડીબેન હર્ષદભાઈ અઘારા, (૧૮) મિતલબેન વિપુલભાઈ કંડીયા, (૧૯) જ્યોતિબેન નિકેતભાઈ પંચાસર, (૨૦) નીરૂભા પ્રમોદસિંહ જાડેજા (રહે. કુંભારીયા), (૨૧) હીરજીભાઈ દેવજીભાઈ દેત્રોજા (રહે. કુંભારીયા) તથા આ કાર્યક્રમના અન્ય તમામ આયોજકો અને આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular