Homeગુજરાતમોરબીમોરબી શહેરમાં જુગાર રમતા 12 ઈસમો ઝડપાયાં

મોરબી શહેરમાં જુગાર રમતા 12 ઈસમો ઝડપાયાં

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ જગ્યાએ જુગાર અંગે રેડ કરી કુલ 12 ઇસમોને ઝડપી પાડ્યા છે

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના શહેરમાં સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાછળ ધારના નાકાના પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જગદીશભાઈ રમેશભાઈ પાટડીયા, જયપાલ ભાઈ મૂળજીભાઈ કુંવરિયા, હિતેશભાઈ રાજુભાઈ મુંધવા, કિશનભાઇ સુરેશભાઈ પરમાર રહે. ચારે કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર મફતીયપરુ મોરબી તથા દિનેશભાઈ ઘોઘા ભાઈ વરાણીયા રહે ત્રાજપર મોરબી વાળાને રોકડ રૂપિયા 11300 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે

જ્યારે બીજો દરોડો મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ આરોપી પરેશભાઈ ગોધાણીની યોર એન્ટરપ્રાઇઝ નામ વાળી દુકાનમાં જુગાર રમતા સાત ઇસમો પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી રહે ઉમા રેસીડેન્સી સોસાયટી પંચાસર રોડ મોરબી, ફેનિલભાઈ અલ્પેશભાઈ ભાડેજા રહે રોયલ હાઈટ ફ્લેટ નંબર 501 ઉમા ટાઉનશીપ મોરબી, જયમલભાઈ મનસુખભાઈ સોલંકી રહે ફ્લેટ નંબર 503 શિવગંગા એપાર્ટમેન્ટ વૃંદાવન પાર્ક સોસાયટી મોરબી, મેહુલભાઈ રમેશભાઈ બોરડા રહે ફ્લેટ નંબર 103 રામ મહિમા એપાર્ટમેન્ટ વૈદહી પ્લાઝા સામે રવાપર ઘુનડા રોડ મોરબી, સતિષભાઈ મુકેશભાઈ કારેણ રહે ફ્લેટ નંબર 503 શિવધારા જલધારા ફ્લેટ મહેન્દ્રનગર મોરબી, સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર રહે મનસુખભાઈ પટેલના મકાનમાં મયુર સોસાયટી ઉમિયા સર્કલ પાસે મોરબી, ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરા રહે ફ્લેટ નંબર 102 હરિકુંજ એપાર્ટમેન્ટ વૃંદાવન પાર્ક સોસાયટી મોરબી વાળાને રોકડ રૂપિયા 45,200 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular